સુરતની એથર કંપનીમાં થયેલાં ભયંકર વિસ્ફોટમાં મૂતકના પરીવારને યોગ્ય વળતર આપવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત કલેકટરને આવેદપત્ર આપીયું.

author
0 minutes, 1 second Read

સુરત :- સુરતમાં આવેલી એથર કંપનીમાં એક ભયાનક વિસ્ફોટ થયો અને સમાચાર મુજબ તેમાં અનેક મજૂરો અને એન્જિનિયર્સ ઘાયલ થયાં, સાતેક મજૂરોનું કમનસીબે દુખદ મૃત્યુ થયું . અમે એથર કંપની સહિત તેનાં જેવી બીજી સાતેક કંપનીઓ વિરુદ્ધ પ્રદુષણ-માનવ સલામતિને લગતી સુનિયોજીત અવ્યવસ્થાના મામલે જીપીસીબી સુરતનાં રિજનલ ઓફિસરને રજુઆત કરેલી અને આમ છતાં આ મુદ્દે દુર્લક્ષ સેવતાં અમે એવું માનીએ છીએ કે એથર કંપનીમાં બનેલી આવી ભયાનક વિસ્ફોટ જેવી વિનાશક ઘટના આ કંપનીના સંચાલકો અને સંબંધિત સરકારી અધિકારીઓની ઘોર બેદરકારીનુ જ આ પરિણામ છે. સરકારે જાહેર કરેલી સલામતીની ગાઈડલાઈન્સને અવગણીને જ્યારે આવી ઘટનાઓ બને અને તરત જ સંચાલકો તરફથી મૃતકો અને ઘાયલો માટે રાહતની જાહેરાત થાય તો તેમનાં દ્વારા બનેલા આવા જપન્ય અપરાધથી બચી ન શકે. એથર કંપનીમાં બનેલી અ વિનાશક ઘટના એ કંપનીનાં સંચાલકો અને સરકારી અધિકારીઓનાં મેળાપીપણાનું જ આ પરિણામ છે. સુરત ખાતે બનેલી આ ઘટના સંદર્ભે કોંગ્રેસ તરફથી નીચે મુજબની માંગ કરવામાં આવી.

-કંપનીના મેનેજમેન્ટ સામે સરકારે પ્રાઇમાફેસી માનવ વધનો ગુન્હો દાખલ કરીને ભોગ બનેલ મૃતક અને ઘાયલોના પરિવારને ન્યાય આપવો.

-કંપની સાથે સંકળાયેલા લોકો ખુબજ વગદાર અને સત્તા ધારી પાર્ટી સાથે જોડાયેલા હોય, જીપીસીબી નાં સંબંધિત અધિકારીઓની ઘોર બેદરકારી જણાતી હોય સંબંધિત તમામ અધિકારીઓને નીલંબિત કરીને આ ઘટનાની હાઈકોર્ટના નિવૃત ન્યાયધીશના વડપણ નીચે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે

-મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપીને ભવિષ્યમાં આવા બનાવો રોકવા માટે ઉદ્યોગો દ્વારા ઇન્ડટ્રીયલ સેફટીના નિયમોનું ચુસ્ત પણે પાલન થાય, અકસ્માતો નિવારવા માટે સરકાર તરફથી ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેમજ એનું પાલન કરાવવા માટે એક અલાયદું વ્યવસ્થા તંત્ર ઉભું કરવામાં આવે.

ઉપરાંત સુરત શહેરમાં રહેણાંક વિસ્તારોમાં આવી અનેક કંપનીઓ ઝેરી રસાયણોનું પ્રોસેસિંગ-ઉત્પાદન કરે છે અને તેના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય ત્યારે મોટા પ્રમાણમાં માનવ જાનહાનિ થવાની ભીતિ રહે છે. આવી દુર્ઘટનાઓ નાં બને, જાનહાનિ ના સર્જાય તે હેતુથી સરકારે ત્વરિતપણે આવા ઝેરી રસાયણોના પ્રોસેસિંગ અને ઉત્પાદન કરતાં એકમોને શહેરના રહેણાંકી વિસ્તારમાંથી હટાવવાની અમે માંગ કરી છીએ..

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *