માંડવી તાલુકાના કાકરાપાર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથનું ભવ્ય સ્વાગત

author
0 minutes, 2 seconds Read

માંડવી તાલુકાના કાકરાપાર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથનું ભવ્ય સ્વાગત

Surat:ગુરૂવારઃ- ભારત સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ ગામે ગામ સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ નવમા દિવસે કાકરાપાર ગામે આવી પહોંચ્યો હતો. કાકરાપાર ખાતે ગ્રામજનોએ સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ વિભાગોની યોજનાઓ જેવી કે પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા,પી.એમ કિસાનવય યોજના,કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના,અટલ પેન્શન યોજનાઓ બાબતે વિસ્તૃત માહિતી વિવિધ શાખાઓ દ્વારા પુરી પાડવામાં હતી.

મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન કાર્ડ અને પીએમ-કિશાનના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મિશન મંગલમ્ યોજના હેઠળ સખીમંડળની બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. ખેતીવાડી શાખા દ્વારા ડ્રોન ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું. ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અને આઇસીડીએસના લાભાર્થી દ્વારા મેળવેલા લાભની સાફલ્યા ગાથા રજુ કરવામાં આવી હતી.

આ અવસરે બારડોલી તાલુકા પંચાયતના માજી.ઉપપ્રમુખ શ્રી આતિશભાઈ ચૌધરી,PHCના MO ડૉ. હિરલબેન ચૌધરી,આયુર્વેદીક મેડિકલ ડૉ. શ્રેયસભાઈ તથા ડૉ દિલીપભાઈ પેઠીયા,પાણી સમિતિના અધિકારી સચીનભાઈ,ગ્રામ પંચાયતના સભ્યોશ્રી,કાયૅકર,તેડાગર તથા આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *