બારડોલી મઢી ગામના ગ્રામવાસીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું:

author
0 minutes, 0 seconds Read

કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના બારડોલી તાલુકાના મઢી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે અગ્રણી ભરતભાઈ રાઠોડ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.

આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ,ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.

આ પ્રસંગે મઢી ગામે સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, આરોગ્ય સમિતિ અધ્યક્ષ રોશનભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ, સંયુક્ત વાણિજ્યવેરા કમિશ્નર શ્રી કે. ડી. શુક્લ, બારડોલી તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતિ જમનાબેન રાઠોડ, TDO શ્રી વિભૂતિબેન સેવક, તાલુકા પંચાયત ઉપપ્રમુખ બિપીનભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સભ્યશ્રી જાગૃતિબેન વસાવા,સરપંચશ્રી પુષ્પાબેન ચૌધરી, ઉપસરપંચશ્રી કાંતુભાઈ રબારી, અગ્રણી સર્વશ્રીઓ અર્જુનભાઈ ચૌધરી, જીગરભાઈ નાયક, જીતુભાઈ, હર્ષદભાઈ,વિસ્તરણ અધિકારી ખેતી, ગામના તલાટી-કમ-મંત્રીશ્રી, આરોગ્યનો સ્ટાફ, મુખ્ય સેવિકા શ્રીમતિ ગીતાબેન સી ચૌધરી, આંગણવાડી વર્કર, તેડાગર, અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *